શોધખોળ કરો
વડોદરાઃ ‘મને સપનામાં માતાજીએ કહ્યુ એટલે હું મગર સાથે વાતચીત કરતો હતો’
વડોદરાના કરજણના તળાવમાં મગરના માથે હાથ ફેરવી તેની સાથે વાતો કરતા એક વ્યક્તિનો વિડિયો વાઈરલ થયો છે. આ વિડિયો જૂના બજાર વિસ્તારમાં આવેલ તળાવનો હોવાનું મનાય છે. આ વ્યક્તિ જીવના જોખમે મગર પર હાથ ફેરવીને તેને નમન કરે છે. જો કે પંકજભાઈ નામનો શખ્સ મગર પાસે જાય છે તે દરમિયાન લોકોને તેમને મગરથી દૂર જવા માટે સમજાવ્યા પરંતુ તેઓ માન્યા નહોતા અને મગરને નમન કરીને તેની પર હાથ ફેરવતા જોવા મળી રહ્યા છે. પંકજભાઇ વિરુદ્ધ વન વિભાગે કેસ દાખલ કર્યો હતો. પંકજભાઇએ કહ્યું કે, મને સપનામાં માતાજીએ કહ્યુ હતુ એટલે હું મગર સાથે વાતચીત કરતો હતો. મગર સાથે વાતચીત કરતામાં મને જરા પણ ડર નથી લાગ્યો. વન વિભાગે મને ઓફિસે બોલાવી મારા પર કેસ કર્યો છે.
દેશ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
આગળ જુઓ
















