Diwali 2025 : અંધશ્રદ્ધાની સામે જાગૃતિનો પ્રગટાવ્યો દીવડો, મહેસાણાના પરાવિસ્તારમાં અનોખી ઉજવણી
આશ્ચર્ય સર્જાવે તેવા આ દ્રશ્યો મહેસાણા શહેરના પરા વિસ્તારના છે.. જ્યાં શ્રી મનુભાઈ મફતલાલ પટેલ સ્મશાનગૃહમાં જય માતાજી ગ્રુપે કાળી ચૌદશની રાત્રે આતશબાજી કરી. કાળી ચૌદશની રાત અંધશ્રદ્ધા, ડર અને ભૂત-પ્રેતની માન્યતાઓ સાથે જોડાયેલી રાત છે. કાળી ચૌદશના દિવસે લોકો સ્મશાનમાં જવાનું ટાળતા હોય છે.. આ જ માન્યતાઓને તોડવા વર્ષોથી જય માતાજી ગ્રુપે વર્ષોથી અનોખી ઉજવણી શરૂ કરી છે. આજે આ જ સ્મશાનગૃહમાં નાના બાળકોથી લઈને મોટેરા તમામ લોકોએ દીવડા પ્રગટાવી, આતશબાજી કરી. આ અનોખા કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાથી થાય છે. બાદમાં આખા સ્મશાન ગૃહમાં દીવડા પ્રગટાવવામાં આવે છે.. બાદમાં ભવ્ય આતશબાજી કરવામાં આવે છે. સૌ લોકો એકઠા થઈને અંધશ્રદ્ધાની સામે જાગૃતિનો દીવો પ્રગટાવે છે.. આ આયોજનનો હેતુ સ્મશાન પણ એક પંચ મહાભૂતનું પવિત્ર સ્થળ છે. ડરવાની જરૂર નહીં, પણ જીવનની વાસ્તવિકતા સ્વીકારવાની જગ્યા હોવાનો સમાજમાં એક સંદેશ ફેલાવવાનો છે.
સાબરકાંઠાના વડાલીમાં જ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. સ્મશાનગૃહમાં 500થી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા છે.. દીવડા પ્રગટાવ્યા બાદ સ્મશાનગૃહમાં સ્થાપિત મહાદેવજીની આરતી કરવામાં આવે છે.. છેલ્લા 21 વર્ષથી સ્થાનિકો સ્મશાનમાં આ જ રીતે કાળી ચૌદશની ઉજવણી કરે છે.





















