Patan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ
Patan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે કે, 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ. દત્તકના બહાને બાળકને વેચી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે બાળકીના પાંચ લાખ રૂપિયામાં જ્યારે બાળકના દસ લાખ રૂપિયામાં સોદા થયા. આ તરફ આરોપી સુરેશ ઠાકોરના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરતાં તેને જેલ હવાલે મોકલાયો. આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે, જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ. આ તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. મને લાગે છે કે જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો ભવિષ્યની અંદર આજ મોટું સામાજિક દૂષણ થશે. પાટણના સાંતલપુરમાં બોગસ અબીબ સુરેશ ઠાકોર 10 વર્ષથી નકલી હોસ્પિટલ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ. એબીપી અસ્મિતાની ટીમ સાંતલપુર તાલુકાના કોરડા ગામ પહોંચી. અહીં 10 પાસ સુરેશ ઠાકોર પોતાના ઘરની છત પર નકલી હોસ્પિટલ ચલાવતો. હોસ્પિટલમાં દર્દીઓ માટે તેણે 10 બેડ બનાવ્યા હતા. જ્યાં બોટલ ચડાવવાની સાથે ઇન્જેક્શન પણ આપતો. પોતાનો રોફ જમાવવા તે નેતાઓ સાથે ફોટા પડાવતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરતો તાલુકા આરોગ્ય અધિકારીનું કહેવું છે કે 2013 અને 2017 માં આરોગ્ય વિભાગે દરોડો પાડી સુરેશ ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો, પરંતુ છૂટ્યા બાદ તેને ફરી હોસ્પિટલ શરૂ કરી દીધી. સમગ્ર મામલે સુરેશ ઠાકોરના પરિવારે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હાલ તો સુરેશ ઠાકોર પોલીસ સકંજામાં છે, તેના પર દતકના નામે બાળક વેચવાનો પણ આરોપ છે.





















