Banaskantha News : ખેતરમાં વીજ કરંટ લાગતા 3 લોકોના કરુણ મોત, જુઓ અહેવાલ
Banaskantha News : ખેતરમાં વીજ કરંટ લાગતા 3 લોકોના કરુણ મોત, જુઓ અહેવાલ
Banaskantha News : કાંકરેજના ઉંબરી ગામે વીજ કરંટથી 3ના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતા પુત્ર સહીત એક બાળકીનું આગમાં મોત નીપજ્યું છે. ગઈ કાલે ખેતરમાં કામ કરતી સમયે અચાનક વીજ કરંટ લાગી જતા ત્રણેયના મોત નીપજ્યા હતા. મૃતકની લાશને શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે પંથકમાં શોકનો માહોલ છે. શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ખેતરમાં કેવી રીતે વીજ કરંટ લાગ્યો તેનું કારણ જાણી શકાયું નથી. પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. હાલ તો આ કરુણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સંપૂર્ણ અહેવાલ માટે જુઓ આખો વીડિયો...





















