શોધખોળ કરો
સર્વ ધર્મ સદભાવ શું કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા અહમદ પટેલ: કરસનદાસ સોનેરી
દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે નિધન થયુ હતું. તેમના નિધનથી રાજકારણના દિગ્ગજ નેતાઓ શોક વ્યક્ત કર્યો. પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, અહમદ પટેલ સર્વ ધર્મ સદભાવ શું કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા. ગુજરાત અને દેશની ત્રણ પેઢીઓને અહમદ પટેલે તૈયાર કરી. ગુજરાતે જ નહીં પણ દેશની રાજનીતિએ ઉચ્ચ દરજ્જાનું વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
આગળ જુઓ





















