Arvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર
CM Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી મુક્ત થયા બાદ રવિવારે (15 સપ્ટેમ્બર) પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કર્યા. આ દરમિયાન મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. કેજરીવાલે કહ્યું કે આજથી બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ.
સીએમની રેસમાં આ નામો સૌથી આગળ
સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી પદની દાવેદારીમાં આતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ પણ સામેલ છે.
શું કહ્યું આતિશીએ
મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે આતિશીને પૂછવામાં આવ્યું કે શું તે દિલ્હીની આગામી મુખ્યમંત્રી બનશે. શું દિલ્હીના આગામી સીએમ સાથે વાતચીત થઈ રહી છે? આના પર આતિશીએ કહ્યું કે તમે એક એવી પાર્ટીની નેતા સાથે વાત કરી રહ્યા છો જેણે ઈમાનદારીનું નવું ઉદાહરણ રજૂ કર્યું છે. કયા નેતામાં હિંમત છે કે તે જનતાની વચ્ચે જઈને કહે કે હું પ્રામાણિક હોઉં તો મને મત આપો?