MLA Kalubhai Rathod : ભાજપ ધારાસભ્યના આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર
MLA Kalubhai Rathod : ભાજપ ધારાસભ્યના આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર
ઉનાના ભાજપ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ પર નિશાન સાધ્યું. ઉનાની શાહ એમડી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આજે કોળી સમાજના સમુહલગ્નનું આયોજન કરાયુ, જેમાં ઉપસ્થિત રહેલા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરીને ભાજપને મત આપવાનું આહ્વાન કરી દીધુ. કૉંગ્રેસના હાથના પંજામાં હવે કોઈ દમ ન રહ્યો હોવાનું કહી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આમ આદમી પાર્ટી પર પણ શાબ્દિક પ્રહારો કર્યા. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમળનું નિશાન પર લડતા ઉમેદવારોને જીતાડવાની, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જાકારો આપવાની વાત કરી દીધી. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.





















