Gopal Italia Vs Kanti Amrutiya: કાંતિ અમૃતિયાની શરત,'ગોપાલ રાજીનામું આપશે તો જ હું આપીશ'
Gopal Italia Vs Kanti Amrutiya: કાંતિ અમૃતિયાની શરત,'ગોપાલ રાજીનામું આપશે તો જ હું આપીશ'
મોરબીમાં જનતા પ્રાથમિક પ્રશ્નોને લઇને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જનું રાજકારણ શરૂ થયું છે. મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી. આ ઉપરાંત કાંતિભાઈ અમૃતિયાએ પણ શરત મૂકી હતી કે જો ગોપાલ રાજીનામું આપશે તો જ હું રાજીનામું આપીશ નહીંતર નહીં આપું..





















