Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદન કર્યુ હતુ. કોંગ્રેસ સેવાદળના કાર્યકરો સાથે કોંગ્રેસના નેતાઓ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વર્તમાન શાસકો નિતી,નિયત અને કાયદાથી દેશના નાગરિકોને બંધારણ દ્વારા મળેલી આઝાદી છીનવી રહ્યા છે. કુપોસણ,બેરોજગારી,ભ્રષ્ટ્રાચાર તેમજ અધિકારીરાજથી ગુજરાતના નાગરિકોને આઝાદી અપાવવાની છે. વોટચોરો પાસેથી ગુજરાતના લોકોને આઝાદ કરાવવા કોંગ્રેસ પ્રયત્ન કરશે. જાહેરાત,વાયદા,વચનો પ્રધાનમંત્રી દ્વારા વારંવાર આપવામાં આવે છે . સાચા અર્થમાં વચનોનું પાલન થાય તે જરૂરી. મધ્યમવર્ગના લોકો ટેક્સથી પરેશાન છે.
ગુજરાત સરકાર મેદસ્વીતા દુર કરવાનું અભિયાન શરૂ કર્યુ છે. સરકારે ગુજરાતમાંથી કુપોષણ દુર કરવાનું અભિયાન ચલાવવું જોઈએ. ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર,બેરોજગારી,મેડિકલ માફિયા રાજ,અધિકારીરાજ દુર કરવાનું અભિયાન ચલાવવું જોઈએ . ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક ચકાસણીમાં લાખોની સંખ્યામાં ભુતિયા મતદાર,ખોટા મતદાર હોવાના પુરાવા મળ્યા છે. ગુજરાતમાં ઘેર ઘેર જઈ કોંગ્રેસ કાર્યકર મતદારોને મળશે . ગુજરાતમાં વોટ ચોરીને ખુલ્લી પાડીશુ
ગુજરાતમાં ભૂતિયા મતદારોના કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર. ભાજપના મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ આરોપને પાયાવિહોણા ગણાવ્યા . રાહુલ ગાંધી બાલિશ વાતો કરે છે. અમિત ચાવડા તો સિઝન રાજકારણી છે. મતદાનના આંકડા ચેક કરવા જોઈએ. જે બેઠક ભાજપ જીત્યું છે ત્યાં ચેક કરો . નામ 2 જગ્યાએ હોય શકે એક વ્યક્તિ 2 વખત મતદાન ના કરી શકે . મતદાર યાદીમાં સતત સુધારા થતા રહેતા હોય છે .

















