Jayrajsinh Jadeja: ગોંડલની સભામાં જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર પ્રહાર
ગોંડલની સભામાં જયરાજસિંહ જાડેજાએ પોતાના વિરોધીઓ પર કડક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે વિકાસના કામોમાં અવરોધ ઉભા કરનાર તત્વોને આવનારી ચૂંટણીમાં જનતા પાઠ ભણાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો તેમને જંગી બહુમતીથી જીતાડીને વિરોધીઓને તમાચો મારશે. તેમણે વધુમાં કહ્યું કે એક તમાચો પડી ગયો છે અને બીજો 28 તારીખે પડશે. સાથે જ તેમણે જણાવ્યું કે ગોંડલની છબી ખરાબ કરનાર લોકોને જનતા સારી રીતે ઓળખે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગોંડલમાં યોજાયેલી સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના વિરોધી પર જોરદાર શાબ્દિક પ્રહાર.. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જયરાજસિંહે આરોપ લગાવ્યો કે વિરોધીએ ગોંડલને ગુંડાનગર તરીકે ચિતરી નાંખ્યુ.. મિરઝાપુરના બોર્ડ લગાવીને ગોંડલની છબી ખરાબ કરી. જયરાજસિંહ જાડેજાએ મતદારોને અપીલ કરી કે આપણી સુખાકારીમાં રોડા બનેલા લોકોને જંગી લીડથી હરાવીને તમાચો મારજો.. એટલુ જ નહીં.. નામ લીધા વગર કૉંગ્રેસ નેતા યતીશ દેસાઈને પણ જયરાજસિંહ જાડેજાએ આડેહાથ લીધા..
















