Rajkot Janta Raid: રાજકોટના હાઈપ્રોફાઈલ અંબિકા ટાઉનશીપમાં દારુ મુદ્દે જનતા રેડ
દેશી દારૂનું વેચાણના આરોપ સાથે રાજકોટના અંબિકા ટાઉનશીપમાં મહિલાઓએ કરી જનતા રેડ. પોલીસને જાણ કર્યા છતાં કાર્યવાહી ન કર્યાનો મહિલાઓએ લગાવ્યો આરોપ.. જનતા રેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ.. પોલીસ વિભાગના કર્મચારીઓએ સ્થળ પર શરૂ કરી તપાસ.
માહિતી મુજબ શહેરમાં અંબિકા ટાઉનશિપ પાસે છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે.અને આ અડ્ડા પર સ્થાનિક પોલીસ દરોડો પાડે છે. બાદમાં બે દિવસ બંધ રહી આ દારૂના અડ્ડા ફરી ધમધમવા લાગે છે. ત્યારે અહી રહેતા લતાવાસીઓ ગઇકાલે આ દારૂના અડ્ડાઓથી કંટાળ્યા હતા. અને મહિલાઓએ અહી જનતા રેડ કરી હતી.લોકોના ટોળા આવતા જ દારૂડિયાઓ નાશી છૂટયા હતા.
સ્થાનિક લોકોએ પોલીસની પોલ ખોલી હતી. અને દારૂના અડ્ડા પરથી દારૂ છૂપાવવા માટેના જમીનની અંદર ત્રણ ચોર ખાના પણ મળી આવ્યા હતા.બીજી બાજુ આ ઘટનાની જાણ તાલુકા પોલીસને થતાં ટીમો દોડી આવી હતી. અને મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.જ્યારે પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવી દારૂના અડ્ડા ચાલવા દેવામાં આવતા હોવાના આક્ષેપો પણ રહેવાસીઓએ કર્યા હતા.