Rajkot Mega Demolition Update: રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવ
રાજકોટનો જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે. આજે બપોરે 3 વાગ્યે સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરાશે. સોમવારે 12 કલાકમાં 1119 દબાણગ્રસ્ત મકાન તોડી પડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. આવતીકાલ સુધીમાં તમામ કાટમાળ પણ ઉપાડી લેવાશે. પહેલાં દિવસે 1 હજાર, 119 ગેરકાયદે મિલકતો તોડી પડાઈ હતા. બાકીની 300 મિલકતો આજે બપોરના 3 વાગ્યા સુધીમાં તોડી દેવાશે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરના અનુસાર, TP રોડ ખુલ્લો કર્યા બાદ તાત્કાલિક નવો રોડ બનાવવામાં આવશે. દબાણો દૂર થવાથી ચોમાસામાં આજી નદી કાંઠાના વિસ્તારમાં પાણીનો ભરાવો નહીં થાય. જંગલેશ્વરના અસરગ્રસ્તો માટે રાહતની વાત એ કે નવા બનતા 3 હજાર આવાસમાં તેમને પ્રાથમિકતા અપાશે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બોલ્યા કે જંગલેશ્વર વિસ્તાર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો. હત્યા, મારામારી, બળાત્કારના અનેક આરોપી જંગલેશ્વરમાંથી ઝડપાયા હતા.























