Rajkot Heatwave: ગરમીએ તોડ્યો 133 વર્ષ જૂનો રેકોર્ડ, નોંધાયું 45.2 ડિગ્રી તાપમાન Watch Video
Rajkot Heatwave:ગરમીએ તોડ્યો 133 વર્ષ જૂનો રેકોર્ડ, નોંધાયું 45.2 ડિગ્રી તાપમાન Watch Video
રાજકોટમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી જતાં એપ્રિલમાસમાં ગરમીનો નવો રેકોર્ડ સર્જાયો છે. બપોરે અઢી વાગ્યે રાજકોટ હવામાન કચેરીએ જણાવ્યા મુજબ આજે બપોરે રાજકોટનું મેક્સિમમ તાપમાન 45 ડિગ્રી સે. નોંધાયું છે. જ્યારે પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ છે. બપોરે અઢી વાગ્યે 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મતલબ કે, બપોરે 3:30 વાગ્યે આ તાપમાનમાં હજુ વધારો નોંધાઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા 1892થી નોંધાતા રેકોર્ડ મુજબ રાજકોટમાં એપ્રિલ માસમાં આજે 133 વર્ષનું સૌથી ઉંચુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 1892થી ભારતમાં હવામાન વિભાગ હવામાનનો ડેટા નોંધે છે. તેમાં એપ્રિલ માસમાં છેલ્લે 14મી એપ્રિલના રોજ સૌથી ઉંચુ 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે બપોરે 2:30 કલાકે 45 ડિગ્રીતાપમાન નોંધાયું છે.
















