Rajkot News | RMCના ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા
ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા રાજકોટમાં. મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર એ.બી.મારુ 1 લાખ 80 હજારની લાંચ લેતા ઝડપાયા.. ફરિયાદીને ફાયર NOC માટે માંગી હતી 3 લાખની લાંચ. ACBએ એ.બી.મારુ સામે કાયદેસરની કાર્યવાહી કરી શરૂ ..
વિગતો મુજબ, ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરે છે અને રાજકોટ શહેરમાં એક ઇમારતમાં પોતે કરેલ ફાયર સેફ્ટી અંગેનું NOC લેવા માટે ચીફ ફાયર પાસે ગયા હતા. ત્યારે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુએ રૂ.3 લાખની લાંચની માંગણી કરી હતી. આથી ફરિયાદીએ 1.20 લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીના 1.80 લાખ રૂપિયા 4-5 દિવસમાં આપવા જણાવ્યું હતું. જોકે ફરીયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. આથી ACBની ટીમ છટકું ગોઠવ્યું હતું અને મહાનગર પાલિકાની કચેરીમાં જ ક્લાસ-1 અધિકારીને 1.80 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા.















