Gujarat Rain | દક્ષિણ ગુજરાતમાં વરસાદનું દે ધનાધન | ગણદેવીમાં સવારે 2 જ કલાકમાં ખાબક્યો પોણા 4 ઇંચ
Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો તો છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો. નવસારીના ખેરગામમાં સવા પાંચ ઈંચ, નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ, વલસાડના પારડીમાં સાડા ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ, નવસારીના જલાલપોરમાં ચાર ઈંચ,વલસાડના વાપીમાં ચાર ઈંચ,વલસાડના ઉમરગામમાં પોણા ચાર ઈંચ, તાપીના વ્યારામાં સાડા ત્રણ ઈંચ,વલસાડના ધરમપુરમાં ત્રણ ઈંચ, તાપીના સોનગઢમાં પોણા ત્રણ ઈંચ, સુરતના મહુવામાં પોણા ત્રણ ઈંચ, પંચમહાલના મોરવાહડફમાં પોણા ત્રણ ઈંચ,તાપીના ડોલવણમાં અઢી ઈંચ,તાપીના વાલોડમાં અઢી ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં અઢી ઈંચ, સુરતના બારડોલીમાં અઢી ઈંચ, છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ,ડાંગના વઘઈમાં સવા બે ઈંચ,,વડોદરાના ડભોઈમાં સવા બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સુરતના ઉમરપાડામાં બે ઈંચ, ભાવનગરના ઉમરાળામાં બે ઈંચ, સુરતના પલસાણામાં બે ઈંચ, પંચમહાલના ગોધરામાં બે ઈંચ, ડાંગના સુબીર પોણા બે ઈંચ,તાપીના ઉચ્છલમાં પોણા બે ઈંચ, નવસારીના વાંસદામાં પોણા બે ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં દોઢ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ, પંચમહાલના હાલોલમાં દોઢ ઈંચ, ખેડા તાલુકામાં દોઢ ઈંચ, વડોદરાના વાઘોડીયામાં દોઢ ઈંચ, અમરેલીના બાબરામાં સવા ઈંચ, અમરેલીના કુકાવાવમાં સવા ઈંચ, છોટા ઉદેપુરના સંખેડામાં સવા ઈંચ, પંચમહાલના જાંબુઘોડામાં સવા ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં એક ઈંચ, દાહોદના લીમખેડામાં એક ઈંચ, ગાંધીનગરના માણસામાં એક ઈંચ, જૂનાગઢના મેંદરડામાં એક ઈંચ, ભરૂચના જંબુસરમાં એક ઈંચ, અમરેલીના ધારીમાં એક ઈંચ, ભઆવનગરના શિહોરમાં એક ઈંચ, ખેડાના મહેમદાવાદમાં એક ઈંચ,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 28.12 ટકા વરસાદ વરસ્યો.