Naramda Rain : નર્મદાના એકતા નગરમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા ધોધમાર વરસાદ
Naramda Rain : નર્મદાના એકતા નગરમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા ધોધમાર વરસાદ
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ધોધમાર વરસાદ. એકતા નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 વાગે આવનાર છે ત્યાર પહેલા જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાંજે આવી ને પ્રધાનમંત્રી ઈ બસો નું લોકાર્પણ કરવાના છે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. લોકાર્પણ માટે બનેલ સ્ટેજ પણ ભીનું થઈ ગયું છે.
કમોસમી વરસાદને પગલે વડોદરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાય રોડ એકતાનગર પહોંચે તેવી શક્યતા છે. બીજી તરફ, એકતાનગરમાં પડી રહેલો વરસાદ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વિઘ્ન બની શકે છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.















