Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?
Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?
સુરત : સુરત રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. રેલવે મુસાફરો વિફરતા તેમણે ટ્રેનનો દરવાજો તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ ઉપર બબાલ થઈ હતી. સવારે ટ્રેનમાં બેઠેલા યાત્રીઓએ દરવાજો ન ખોલતા બબાલ . દરવાજો નહીં ખોલતા બહાર ઉભેલા લોકોએ ટ્રેનના બારીઓના કાચ તોડવાનો પ્રયાસ કર્યો . આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રેલવે પોલીસે કાર્યવાહી આરંભી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેનની અંદર બેઠેલા યાત્રીઓએ દરવાજો બંધ કરી દેતા બહાર ઊભેલા યાત્રીઓ વિફર્યા હતા અને બારી તોડવાનો પ્રયાસ કર્યો હતો.




















