Surat Murder Case : સુરતમાં યુવકની છરીના ઘા મારીને હત્યા, સામે આવ્યા સીસીટીવી
Surat Murder Case : સુરતમાં યુવકની છરીના ઘા મારીને હત્યા, સામે આવ્યા સીસીટીવી
સુરત : લીંબાયતના ડુંભાલ ફાયર સ્ટેશન પાસે થયેલ હત્યાનો મામલો. લીંબાયત પોલીસે ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે આરોપી દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈને ઝડપી પાડ્યો. ત્રણે આરોપીઓએ મૃતક અલોક ઝંડારામ અગ્રવાલની ચાકુના ઘા મારી કરી હતી હત્યા . મૃતક અલોક અગ્રવાલ દલાલીનો વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા . જે ફૂટેજ માં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, 80 સેકન્ડમાં ચપ્પુના 60 ઘા ઝીંકી વેપારીની હત્યા કરવામાં આવી હતી . પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક આલોકો કાપડની દલાલી સાથે પોલીસનો બાતમી દાર હોય તેવું જાણવા મળ્યું છે . સમગ્ર બનાવમાં પોલીસે અફશાખ અને અભ્રાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો . હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક આલોકે 10 દિવસ પહેલા અફશાખને તમાચો માર્યો હતો .
મૃતકે શા માટે અફશાખને તમાચો માર્યો હતો. સમગ્ર મામલે અફશાખ પકડાઈ ગયા બાદ જ ખબર પડશે. હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી.



















