Dahod Leopard Attack : દાહોદમાં ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાનો હુમલો, જુઓ અહેવાલ
Dahod Leopard Attack : દાહોદમાં ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાનો હુમલો, જુઓ અહેવાલ
દાહોદ જિલ્લામાં ચાર પગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. દેવગઢબારીયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કરી દીધો હતો. જેને કારણે મહિલા ઘાયલ થઈ ગઈ છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, મંગળવારની સાંજે ચંપાબેન પટેલ નામની મહિલા ખેતરમાં ખેતી કામ કરતી હતી.. ત્યારે જ અચાનક દીપડાએ હુમલો કરી દીધો હતો. દીપડાના હુમલામાં મહિલાને હાથ અને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી.. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.. મહિલા પર હુમલાની ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમે પણ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.





















