Marriage Registration | લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગને પાદરાના ધારાસભ્યનું સમર્થન, જુઓ અહેવાલ
Marriage Registration | હાલ વર્તમાન સામાજિક પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને સરદાર પટેલ સેવાદળ SPG ગ્રુપ દ્વારા રજુઆત કરવામાં આવી હતી અને સરકાર લગ્ન વિષયક કાયદા માં સુધારો કરે તે માટે રજુઆત કરવામાં આવી હતી , જેમાં લગ્ન રજિસ્ટ્રેશન નું સ્થળ દીકરી ના ગામ/શહેર નું જ હોવું જોઈએ તથા લગ્ન રજિસ્ટ્રેશન સમયે જરૂરી રજૂ કરવાના થતા દસ્તાવેજો સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તથા રજિસ્ટ્રેશન સમયે દીકરી અને દીકરા ના માતા પિતા ની સહી તેમજ હાજરી પણ અનિવાર્ય રાખવા માટે રજુઆત ના પગલે પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા એ સમર્થન આપી, રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પત્ર લખ્યો છે અને હાલ ના સમયે યોગ્ય હોય સર્વે સમાજને જરૂરી મુદ્દો હોય આ બાબતે નિર્ણય લઈ કાર્યવાહી માટે અંગત ભલામણ કરી પત્ર લખ્યો છે.



















