Ketan Inamdar: વડોદરાની મેરકુવા દૂધ મંડળીમાં કૌભાંડનો MLA કેતન ઈનામદારનો આરોપ
વડોદરાના ડેસરની મેરકુવા દૂધ મંડળી સામે મૃતક સભાસદોના નામે ચાર વર્ષથી કૌભાંડ ચાલતો હોવાનો સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આરોપ લગાવ્યો છે.
ધારાસભ્યએ આ અંગે મુખ્યમંત્રીને સંબોધી બરોડા ડેરીના MDને પુરાવા સાથે પત્ર લખ્યો. પત્રમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ડેસર તાલુકાના મેરકુવા ગામની મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઈઝર અને અન્યો સામે પુરાવા સાથે ગંભીર આરોપ લગાવ્યા. અને સભાસદોના નામ અને મરણના દાખલા પુરાવા સાથે આપ્યા.
કેતન ઈનામદારે મેરકુવા દૂધ મંડળીમાં 39 લાખ 92 હજાર રુપિયા મૃતક સભાસદોના નામે ઉપાડી ગેરરીતીનો આરોપ લગાવ્યો. સાથે જ પ્રતિદિન ૬૦ થી ૭૦ લીટર દૂધ ભર્યાંનું બતાવીને નાણાં ઉપાડ્યાનો આરોપ લગાવ્યો. દૂધની ભરતી અને દૂધના ફેટનો ભાવ એકસરખો ન હોવા છતા એક સરખી રકમ જમા થઈ અને ઉપડી લેવાઈ સહિતના આરોપ લગાવ્યા અને આવા કૌભાંડીઓને આતંકીઓ કરતા મોટા ગણાવ્યા...
















