Vadodara Crime: વડોદરામાં પતિએ પત્નીને ગોળી મારી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફાયરીંગની બની ઘટના, બે ને ઇજા. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પતિએજ પ્રોપર્ટી વિવાદમાં પત્નીને ગોળી મારી. પતિ પત્ની વચ્ચેની માથાકૂટમાં વચ્ચે પડેલા અન્ય યુવકને પણ ગોળી વાગી. બન્ને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનમેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિ હરવિંદર શર્માએ પોતાના પાસેની 12 બોરની બંદૂકથી ગોળી મારી હોવાની વિગત પોલીસ તપાસ માં સામે આવી છે. ઇજાગ્રસ્ત મહિલાનું નામ નીલમ શર્મા છે. પતિ હરવિંદરસિંહ શર્મા નિવૃત્ત એરફોર્સનો જવાન છે ઘણા લાંબા સમય થી પ્રોપર્ટી ને લઈ પત્ની નીલમ શર્મા સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે પતિ પત્ની માંજલપુર પોલીસ મથક પહોંચ્યા હતા જે બાદ પતિ હરવિંદર ઘરે હોય પત્ની નીલમ ઘરે પહોંચી જાડી ખોલવાનો પ્રયાસ કરતાજ હરવિંદર એ 12 બોર ની બંદૂક થી ફાયરિંગ કરતા પત્ની નીલમને પગના ભાગમાં છરા વાગ્યા હતા તો ત્યાં હાજર અન્ય યુવક પણ ઇજાગ્રસ્ત થયો હતો જે બને ને એસ.એસ.જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘરે કેર ટેકર તરીકે ભૂમિ પ્રજાપતિ છે તેવો હાજર હતા ત્યારે બનેલી ઘટનાને લઈ ઘભરાટ ફેલાયો હતો. પોલીસે હરવિંદરસિંહ શર્માની શોધખોળ શરૂ કરી છે. ફાયરિંગ ને લઈ વિસ્તાર માં ગભરાહટ નો માહોલ ઉભો થયો હતો સમગ્ર મામલે એફ.એસ.એલ એ ઘરે તપાસ હાથ ધરી પોલીસ પંચનામું કરી વધુ તપાસ કરી રહી છે.





















