Gambhira Bridge Tanker Rescue: બલુન કેપસુલની મદદથી ગંભીરા બ્રિજ પર લટકેલ ટેન્કર નીચે ઉતારાયું
વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 28 દિવસ બાદ લટકેલા ટેન્કરને નીચે ઉતારવામાં આવ્યું.. મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે લટકેલા ટેન્કરની નીચે એર બલુન ટ્યુબ ઈન્સ્ટોલ કરીને નીચે ઉતારવામાં આવ્યું.. પહેલા તો ટેન્કરને બલુન કેપસુલથી ઉંચુ કરવામાં આવ્યું.. બાદમાં ટેન્કર નીચે બલુન કેપસુલ લગાવીને ટેન્કરને તુટેલા બ્રિજ પરથી હયાત બ્રિજના લેવલ પર લાવવામાં આવ્યુ.. હયાત બ્રિજ પર લાવીને બ્રિજના છેડાથી ટેન્કરને ખેંચીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું.. સમગ્ર ઓપરેશન 900 મીટર દુર બનાવવામાં આવેલા કન્ટ્રોલ રૂમમાંથી પાર પાડવામાં આવ્યું હતુ.. જ્યાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી પર નજર રાખવામાં આવી રહી હતી.. ઓપરેશન સફળતાપૂર્વક પાર થયા બાદ મરીન ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના કર્મચારીઓએ મહીસાગર માતાના મંદિરે દર્શન કર્યા હતા.. ઓપરેશન હેડ સહિત તમામ કર્મચારીઓએ બ્રિજ નજીક આવેલા મહીસાગર માતાના મંદિરે શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા..





















