Vadodara Tanker Drown : વડોદરામાં ટેન્કર પાણીમાં ગરકાવ , જીવ બચાવવા ડ્રાઇવર-ક્લિનર ટેન્કર પર ચડી ગયા
Vadodara Tanker Drown : વડોદરામાં ટેન્કર પાણીમાં ગરકાવ , જીવ બચાવવા ડ્રાઇવર-ક્લિનર ટેન્કર પર ચડી ગયા
વડોદરાના જામ્બુવા ગામના બ્રિજ પર ફરી વળ્યા નદીના પાણી. રસ્તા પર નદીના પાણી ફરી વળતા એક ટ્રક ફસાઈ. જીવ બચાવવા ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટ્રક પર ચઢી ગયા. ફાયર બ્રિગેડની ટીમે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને કર્યા રેસ્ક્યૂ.
પાણીમાં આખી ટ્રક ડૂબી ગઈ.
વ ડોદરાના જામ્બુવા ગામના બ્રિજ પર જામ્બુવા નદીના પાણી ફરી વળ્યા. નદીના પાણીમાં ટ્રક ફસાઈ . ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવવા ટ્રક પર ચઢી ગયા . ફાયર બ્રિગેડ દ્વારા ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને બચાવ્યો . બન્નેનું આખી ટ્રક ડૂબી જાય એટલા પાણીમાં કર્યું રેસ્ક્યુ . મગરોના ભય વચ્ચે ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ. હાઇવેના ટ્રાફિકથી બચવા વાહનચાલકો જામ્બુવા ગામના બ્રિજ પરથી કરે છે અવર જવર. ટ્રક ચાલકે જાણી જોઈને ધસમસતા પ્રવાહમાં ટ્રક નાખી . ટ્રક નાખ્યા બાદ ટ્રક આગળ ના વધતા ડ્રાઈવર ક્લીનર ટ્રક પર ચઢી ગયા . ટ્રક ધસમસતા પ્રવાહમાં આખી ગોળ ફરી ગઈ.





















