Nepal Protest News: નેપાળમાં હિંસા વચ્ચે કાઠમંડુમાં 17 ગુજરાતીઓ અટવાયા, જુઓ અહેવાલ
Nepal Protest News: નેપાળમાં હિંસા વચ્ચે કાઠમંડુમાં 17 ગુજરાતીઓ અટવાયા, જુઓ અહેવાલ
નેપાળમાં હિંસા વચ્ચે ગુજરાતીઓ અટવાયા કાઠમંડુમાં. માન સરોવરની યાત્રાએ ગયેલા 17 ગુજરાતીઓ એરપોર્ટ પર અટવાયા. હિંસા વકરતા હવાઈ સેવા બંધ થતા યાત્રીઓની વધી મુશ્કેલી. કાઠમંડુ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા ખોરવાતા વધી ચિંતા. 27 ઓગસ્ટે અમદાવાદની વાયા મુંબઈ નેપાળ ગયા હતા ગુજરાતી યાત્રી. આજે પરત આવવા યાત્રીઓ એરપોર્ટ પહોંચ્યા પરંતુ વિમાન સેવા નહીં.
નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી ના રાજીનામા બાદ હવે દેશના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાક્રમ પાછળ સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા ‘જનરેશન-ઝેડ’ (Gen-Z) આંદોલનને મુખ્ય કારણ માનવામાં આવે છે. રાષ્ટ્રપતિના રાજીનામા બાદ, નેપાળમાં વડાપ્રધાન, ગૃહમંત્રી સહિતના તમામ મુખ્ય પદો ખાલી થઈ ગયા છે, જેના કારણે સત્તા શૂન્યતાની સ્થિતિ સર્જાઈ છે. દેશની રાજધાની કાઠમંડુ માં હજુ પણ વિરોધ પ્રદર્શનો અને હિંસા ચાલુ છે.
નેપાળ માં રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ પહોંચી છે. યુવાનોની આગેવાની હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ સરકારને સંપૂર્ણપણે હચમચાવી દીધી છે, જેના પરિણામે દેશના સર્વોચ્ચ નેતાઓએ પણ પોતાના પદ છોડવા પડ્યા છે.
વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી ના રાજીનામા બાદ, હવે નેપાળ ના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ એ પણ રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાએ દેશમાં રાજકીય શૂન્યતાની સ્થિતિ ઊભી કરી છે, કારણ કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય તમામ મંત્રીઓ હવે પદ પર નથી. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે Gen-Z ચળવળની માંગણીઓ સામે સરકારનું સંપૂર્ણ પતન થયું છે.
આ આંદોલનની શરૂઆત નેપાળ સરકાર દ્વારા લાદવામાં આવેલા સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના વિરોધમાં થઈ હતી. જોકે, ટૂંક સમયમાં જ આ ચળવળ ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને સરકારની નિષ્ફળ નીતિઓ વિરુદ્ધ એક વ્યાપક આંદોલનમાં ફેરવાઈ ગઈ. હજારોની સંખ્યામાં યુવાનોએ રસ્તા પર ઉતરીને હિંસક પ્રદર્શનો કર્યા, જેના પરિણામે તોડફોડ અને આગચંપીના બનાવો પણ બન્યા. રાજધાની કાઠમંડુ માં પરિસ્થિતિ હજુ પણ તંગ છે અને વિરોધીઓ શાંત થવા તૈયાર નથી.





















