US Government : USAની નવા વિઝા નીતિના કારણે ભારતથી અમેરિકા જતા વિદ્યાર્થીઓમાં 45 ટકાનો તોતિંગ ઘટાડો
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની ઈમિગ્રેશન નીતિના કારણે USAની યુનિવર્સિટીઓ કંગાળ થવાની કગાર પર છે. કારણ કે અમેરિકા જતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં આઠ લાખનો ધરખમ ઘટાડો થયો છે...અમેરિકન નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઓફિસના રિપોર્ટ મુજબ ઓગસ્ટ માસમાં શરૂ થતા નવા સત્રમાં ઓગસ્ટ 2024ની તુલનાએ અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા વિદેશી વિદ્યાર્થીઓમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો નથી...તેના કારણે અમેરિકન યુનિવર્સિટીઝમાં અસંખ્ય બેઠકો ખાલી રહેશે. છેલ્લા વર્ષે અમેરિકામાં ૧૧ લાખ વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા હતા. તે વખતે અમેરિકામાં જો બાઈડેન પ્રમુખ હતા અને બાઈડેન સરકારની વિદેશી વિદ્યાર્થીઓને આવકારવાની પોલિસી હતી. જો કે ટ્રમ્પના આવ્યા બાદ અમેરિકામાં વિદેશી નાગરિકો તરફનું સરકારનું વલણ ઝડપથી બદલાયું. ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ સામે પણ પગલાં ભર્યા. તેમની વિઝા પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો. યુનિવર્સિટીઝની ફી પણ વધી. યુનિવર્સિટીઝને ટ્રમ્પે તાકીદ કરી કે તેઓ વિદેશી વિદ્યાર્થીઓ તરફની નિર્ભરતા ઘટાડે.આ બધાના પરિણામે આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 3 લાખ 13 હડાર 318 વિદ્યાર્થીઓના જ એડમિશન થયા છે..જે 2024ની સરખામણીએ મોટો તફાવત છે..ભારતમાંથી અમેરિકા જતાં વિદ્યાર્થીઓમાં ૪૫ ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે.















