શોધખોળ કરો
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાના ટેક્સાસમાં ફરી એક વખત પૂરથી તબાહી મચી છે. અનેક દિવસો સુધી મુશળધાર વરસાદ બાદ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતા અનેક મકાનો અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે. સેંકડો લોકો પાણીમાં ફસાયા છે. જેમને બચાવવા માટે મોટાપાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. રાહત-બચાવ કાર્યની ટીમે બોટ અને હેલિકોપ્ટરની મદદથી અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. ટેક્સાસ ગવર્નર મુજબ પૂરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 1300થી વધુ રેસ્ક્યૂ કર્મીઓ રાહત કાર્યમાં જોડાયા છે અને અત્યાર સુધી 70થી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા.
આગળ જુઓ
Advertisement
Advertisement






















