શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
PM મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન, મુખ્યમંત્રી રૂપાણીએ આવકાર્યા
સુરતઃ રાષ્ટ્રીય રાજનીતિમાં સૌથી મહત્વના રાજ્ય ઉત્તરપ્રદેશના બે મહિના વ્યસ્ત ચૂંટણી પ્રચારનો થાક ઉતરે એ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. થોડીવાર પહેલા પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુરતના સંસદસભ્ય દર્શનાબેન જરદોશ અને સુરતના મેયર અસ્મિતા શિરોયાએ સ્વાગત કર્યું હતું. અહીંથી તેઓ સુરત એરપોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા છે. જ્યાં તેઓ ટૂંકુ પ્રવચન આપશે.
બે દિવસમાં વડાપ્રધાન મોદી બુધવારે જગવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના સાનિધ્યમાં ઉત્તરપ્રદેશની ચૂંટણીના સંભવિત પરિણામો તથા તેનાથી ઊભી થનારી સ્થિતિના લેખાજોખાં કરવા ઉપરાંત ગુજરાતના હવે પછીના રાજકીય ઓપરેશનની રણનીતિ ઘડશે. મોદીના ચાણક્ય એવા ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ સોમવારે સાંજે જ સોમનાથ પહોંચી ગયા હતા.
ભરૂચના કાર્યક્રમ બાદ પીએમ મોદી ગાંધીનગર આવશે, જ્યાં સાંજે 8 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટીના સાંસદ, ધારાસભ્યો અને પ્રદેશના પદાધિકારીઓ સામેલ થશે. પીએમ મોદી રાત્રી રોકાણ રાજભવનમાં કરશે. બુધવારે સવારે પીએમ મોદી દિવ જવા માટે રવાના થશે, પરંતુ એ વાતની સંભાવના છે કે તેઓ ગાંધીનગરમાં તેમના માતા હિરાબા ને મળવા જશે, જેઓ તેમના નાના ભાઈ પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહે છે.
દીવ પહોચ્યાં બાદ મોદી સવારે 9.30 વાગ્યે સોમનાથ પહોચશે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સામેલ થશે. કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં લાલ કૃષ્ણઅડવાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.
સોમનાથની બેઠક બાદ મોદી ગાંધીનગર પરત ફરશે, જ્યાં મહાત્મા મંદિર ખાતે મહિલા દિવસ નિમિતે રાજ્યની મહિલા સરપંચોનો સમ્મેલન આયોજીત કરવામાં આવ્યું છે, જેને પીએમ મોદી સંબોધન કરશે. ત્યારબાદ આશરે સાંજે 6 વાગ્યે પીએમ મોદી દિલ્લી જવા માટે રવાના થશે.

ગુજરાત
Patan News: પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં
Somnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યો
Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?
Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો
Surat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion