શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ

Maharashtra Election Exit Poll Results 2024: મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર મતદાન પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલના પરિણામો આવ્યા છે. મતદાનના પરિણામો પરથી અંદાજ લગાવી શકાય છે કે રાજ્યમાં કોની સરકાર બનશે.

Maharashtra Election Exit Poll Results 2024:  મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે મતદાન બુધવારે (20 નવેમ્બર) સમાપ્ત થયું. 23 નવેમ્બરે ચૂંટણી પંચ તરફથી અંતિમ પરિણામ આવશે. આ દરમિયાન, MATRIZE ના એક્ઝિટ પોલના ડેટા અનુસાર, મહાયુતિની સરકાર બની શકે છે. મહાયુતિને 150થી 170 બેઠકો મળી શકે છે. મહાવિકાસ આઘાડીને 110થી 130 બેઠકો મળી શકે છે. અન્યને આઠથી દસ બેઠકો મળી શકે છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 145 છે.

કયા પક્ષને કેટલી બેઠકો?

MATRIZE એક્ઝિટ પોલ મુજબ ભાજપને 89 થી 101 સીટો મળી શકે છે. શિંદે જૂથને 37થી 45 બેઠકો મળી શકે છે. જ્યારે અજિત પવારને 17થી 26 બેઠકો મળી શકે છે. મહાવિકાસ આઘાડીના આંકડાઓ પર નજર કરીએ તો કોંગ્રેસને 39થી 47 બેઠકો, શિવસેના (યુબીટી)ને 21થી 29 બેઠકો અને શરદ પવારની પાર્ટીને 35થી 43 બેઠકો મળી શકે છે.

કોને કેટલો વોટ શેર?

વોટ શેરની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મહાયુતિને 48 ટકા વોટ મળી શકે છે અને મહાવિકાસ અઘાડીને 42 ટકા વોટ મળી શકે છે. દસ ટકા મત અન્યના ખાતામાં જઈ શકે છે. એક્ઝિટ પોલના પરિણામોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં કોની સરકાર બનશે. મહારાષ્ટ્રમાં આ વખતે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે મુકાબલો છે. મહારાષ્ટ્રમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે વિધાનસભા ચૂંટણીમાં શિવસેના અને એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગયા છે.

પોલ ઓફ પોલ્સ- મહારાષ્ટ્ર વિધાનસભા

એજન્સી ભાજપ ગઠબંધન કોંગ્રેસ ગઠબંધન અન્ય
Peoples Pulse 175-195 85-112 7-12
ચાણક્ય સ્ટ્રેટીઝ 152-160 130-138 8-10
P marq 137-157 126-146 2-8
News 18- મેટ્રિક્સ 150-170 110-130 8-10
Poll Diary  122-186 69-121 12-29

મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે?

NCPમાં વિભાજન પછી, એક જૂથનું નેતૃત્વ અજિત પવાર કરી રહ્યા છે જ્યારે બીજા જૂથ NCP (SP)નું નેતૃત્વ શરદ પવાર કરી રહ્યા છે. શરદ પવારનું જૂથ કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન સાથે છે, જ્યારે તેમના ભત્રીજા અજિત પવારની આગેવાની હેઠળની NCP રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન સાથે છે.

તેવી જ રીતે શિવસેના પણ બે જૂથોમાં વહેંચાયેલી છે. આમાં એકનાથ શિંદે એક જૂથનું નેતૃત્વ કરી રહ્યા છે અને ઉદ્ધવ ઠાકરે બીજા જૂથ શિવસેના (UBT)નું નેતૃત્વ કરી રહ્યા છે. શિંદે જૂથની શિવસેના રાજ્યમાં સત્તાધારી મહાયુતિ સાથે છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ મહાવિકાસ આઘાડી ગઠબંધન સાથે છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત, મુખ્ય લડાઈ શરદ પવારની એનસીપી (એસપી), અજિત પવારની આગેવાનીવાળી એનસીપી, ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથની શિવસેના વચ્ચે છે.

મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં મતદાન થયું
મહારાષ્ટ્રમાં 288 સીટોવાળી વિધાનસભા માટે એક જ તબક્કામાં મતદાન થયું. મહારાષ્ટ્રમાં 4,136 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મહાગઠબંધનનો ભાગ બનેલ ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCP 59 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ, જે વિપક્ષી ગઠબંધન MVA નો ભાગ છે, તેણે 101 ઉમેદવારો ઉભા રાખ્યા છે, શિવસેના (UBT) એ 95 ઉમેદવારો અને NCP (શરદચંદ્ર પવાર) એ 86 ઉમેદવારો ઉભા રાખ્યા છે. બહુજન સમાજ પાર્ટી (BSP) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિતની નાની પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે. 

આ પણ વાંચો...

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?Ahmedabad News:  અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં  જથ્થો ઝડપાયોSurat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યુંBotad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Embed widget