શોધખોળ કરો
રાજકોટ પોલીસે લગ્નવાંછુકોને ખંખેરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી, જુઓ વીડિયો
રાજકોટ પોલીસે લગ્નની લાલચ આપી છેતરપિંડી કરતી આંતર રાજ્ય ગેંગને ઝડપી પાડી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોએ ભોપાલ જઇ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો પોલીસે આ ગુન્હામાં ઉમા આહીર વાર, પ્રકાશ આહીરવાર, મયુર ડોડીયા સહિત કુલ 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસ ના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા આરોપીઓ મધ્યપ્રદેશના ભોપાલમાં લક્ષ્મીનારાયણ સામાજિક કલ્યાણ સમિતિ ચલાવતા હતા અને ન્યૂઝ પેપરમાં જાહેર ખબર આપીને બાદમાં લગ્ન વાંછુંકો સાથે સંપર્કમાં આવતા. આરોપીઓ લગ્ન વાંછુંકો પાસે સંસ્થાના નામે ફોર્મ ભરાવી 60 હજાર રૂપિયા પડાવી લેતા હતા. આ ઉપરાંત ઘર જોવાના બહાને ટિકીટ ભાડાના નામને બીજા રૂપિયા પણ પડાવી લેવામાં આવતાાં. લગ્ન વાંછુંકો સાથે ફોનમાં વાત કરવા છોકરીઓને નોકરી પર રાખવામાં આવતી. કોઈને કોઈ બહાને લગ્ન કરવાની તારીખ ટાળવામાં આવતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 32 જેટલા ભોગ બનનારા લોકોએ ફરિયાદ નોંધાવી હતી. આ ગેંગ ગુજરાત, રાજસ્થાન તથા હરિયાણાના લગ્ન વાંછુકોને નિશાન બનાવતા હતા. ઝડપેલાં આરોપીઓએ અત્યાર સુધીમાં 200 લોકો સાથે છેતરપિંડી કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી..
રાજકોટ
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
આગળ જુઓ





















