એર ઈન્ડિયાના સ્ટાફરને મારનારા શિવસેસાના સાંસદ હવે પોલીસ સાથે ઝગડ્યા, જુઓ વીડિયો
એર ઇન્ડિયાના કર્મચારી સાથે વિવાદને લઇને ચર્ચામાં આવેલા શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે બુધવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના લાતૂરમાં એટીએમમાં ખામી હોવાના કારણે પોલીસ જવાનો સાથે ઝઘડી પડ્યા હતા. ગાયકવાડ અને તેના સમર્થકો પોલીસ કર્મચારીઓ સાથે ઝઘડતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં ગાયકવાડને એક પોલીસ અધિકારી સાથે બોલાચાલી કરતા જોઇ શકાય છે. ગાયકવાડે કહ્યું કે, એટીએમમાં છેલ્લા 15 દિવસોથી પૈસા નથી તો અમારે શું કરવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ગાયકવાડ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કર્મચારી સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેમને બેન કરી દેવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેમના પરથી ટ્રાવેલ બેન હટાવી લેવામાં આવ્યો હતો.
















