શોધખોળ કરો
દિલ્હીઃ આ ભારતીય બોલરે ફેંક્યો 360 ડિગ્રી ફરીને બોલ, વીડિયો જોઇ આંખો પર નહી થાય વિશ્વાસ
નવી દિલ્હીઃ ક્રિકેટમાં અનેક બોલરો અલગ બોલિંગ સ્ટાઈલથી ક્રિકેટ ફેન્સને ચોંકાવે છે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ક્રિકેેટ ચાહકો જ નહી પરંતુ અમ્પાયર પણ હેરાન રહી ગયા. સીકે નાયડૂ ટ્રોફી દરમિયાન એક બોલરે બોલિંગ કરતાં ખુદ 360 ડિગ્રી ફરી ગયો, જે અમ્પાયરને યોગ્ય ન લાગ્યું અને તેમણે ડેડ બોલ જાહેર કર્યો.
આ જાદુઈ બોલ ઉત્તર પ્રદેશના શિવ સિંહે ફેક્યો હતો. ત્યારે યૂપી બંગાળ વિરૂદ્ધ મેચ રમી રહ્યા હતા. અમ્પાયરે બોલ ડેડ બોલ જાહેર કરવાથી સિંહ હેરાન હતા. વિડિયોમાં તેની ટીમ આ મામલે અમ્પાયર સાથે વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ ફેન્સની સાથે સાથે ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન રહ્યા.
આગળ જુઓ





















