શોધખોળ કરો
Ahmedabad: રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે તો મોટેરામાં યોજાનાર મેચમાં આવી શકે છે વિધ્ન
અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવો તે અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. જો રાત્રિ કર્ફ્યૂ યથાવત રહે તો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાનાર ડે-નાઈટ ટેસ્ટ મેચ પર વિઘ્ન આવી શકે છે. આગામી 24 તારીખથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. સ્ટેડિયમમાં અમદાવાદ સહિત રાજ્યભરના જિલ્લાઓમાંથી પચાસ હજાર જેટલા દર્શકો મેચ નિહાળવા માટે આવશે. આ સંજોગોમાં કર્ફ્યૂ હશે તો દર્શકોને મુશ્કેલી પડી શકે છે...જો કે આગામી દિવસોમાં કર્ફ્યૂ રાખવામાં આવશે કે નહીં તેનો નિર્ણય મુખ્યમંત્રી લેશે..
આગળ જુઓ




















