36 વર્ષીય ગિગી વૂને અગાઉ પણ પહાડો પર અનેકવાર ઇજા પહોંચી ચૂકી છે અને તે ગંભીર રીતે ઘાયલ પણ થઇ ચૂકી છે. ક્રિસમસ 2018ના દિવસે ગિગી વૂએ જાતે સોશ્યલ મીડિયા પર ફોટો પૉસ્ટ કરતાં લખ્યુ હતુ, ‘નસીબ છે કે હું બચી ગઇ.’..
4/6
ગિગી વૂનો મેસેજ મળતાં જ નેશનલ એરબોર્ન સર્વિસ ફોર્સે રેસ્ક્યૂ માટે બ્લેક હેલિકૉપ્ટરને મોકલ્યુ, પણ હવામાન ખરાબ હોવાના કારણે હેલિકૉપ્ટરને લેન્ડ ન હતુ કરી શકાયુ. સતત ત્રણવાર હેલિકૉપ્ટર લેન્ડ ના થવાના કારણે તંત્રએ બે રેસ્ક્યૂ ટીમ બનાવી અને 28 કલાક બાદ ગિગી વૂ સુધી પહોંચી શકી હતી. જોકે, ત્યારે ગિગી વૂનુ મોત થઇ ચૂક્યુ હતુ. હાડ ગાળતી ઠંડી હોવાથી ગિગી વૂની લાશ પણ જામી ગઇ હતી.
5/6
રિપોર્ટ્સ અનુસાર, તે પહાડ પરથી નીચે પડવાથી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ, ત્યારબાદ બિકીની ક્લાઇમ્બરે 19 જાન્યુઆરીએ પોતાના સેટેલાઇટ ફોનથી મિત્રને કૉલ કર્યો અને તેની પાસે મદદ માંગી હતી. ગિગી વૂએ ફોનમાં કહ્યું કે, 'હું મુશ્કેલીમાં છુ, ઇજા થવાથી હું ચાલી નથી શકતી, મદદ કરો.'
6/6
નવી દિલ્હીઃ બિકીની પહેરેની હાડ ગાળી દેતી ઠંડીમાં પહાડો પર ટ્રેકિંગ કરનારી તાઇવાનની ફેમસ બિકીની ક્લાઇમ્બર હાઇકર ગિગી વૂનુ મોત થઇ ગઇ ગયુ છે. વૂની લાશ તાઇવાન નેશનલ પાર્કમાં પડેલી મળી હતી. ગિગી વૂ 11 જાન્યુઆરીએ એકલી જ બિકીની પહેરીને પહાડો ચઢવા ગઇ હતી, ત્યારબાદ તે એક દૂર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી.