પાર્ટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની 150મી જંયતિ પર દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં 11 જાન્યુઆરી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મુખ્ય અતિથિ હશે.
3/4
રાહુલ ગાંધી યુએઈમાં ભારતીય પ્રવાસી સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે અને આ સિવાય દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં પણ ભાગ લેશે જેમાં હજારો લોકો હાજર રહેવાની સંભાવના છે.
4/4
દુબઈ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી યુએઈના બે દિવસીય પ્રવાસ માટે ગુરુવાર રાતે દુબઈ પહોંચ્યા હતાં. જ્યાં એરપોર્ટ પર લોકોએ તેમનું જોરદાર સ્વાગ કર્યું હતું. બ્લેઝર અને જિંસ પહેરીને રાહુલ ગાંધી જ્યારે એરપોર્ટથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે લોકોએ રાહુલ-રાહુલના નારા લગાવ્યા હતાં.