ઉલ્લેખનીય છે કે, 58 હજાર કરોડના ખર્ચ સાથે ભારત ફ્રાન્સ પાસેથી 36 લડાકુ રાફેલ વિમાન ખરીદવાની છે. વડાપ્રધાન મોદીએ પોતાની પેરિસ યાત્રા દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રાન્સ અને ભારત વચ્ચે આ કરાર પર સહીઓ કરવામાં આવી હતી. આ વિમાન સપ્ટેમ્બર 2019થી ભારતને મળશે.
2/5
જ્યારે પત્રકારઓ ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ડીલ મુદ્દે પ્રશ્ન પુછ્યો ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેનૂએલ મેક્રોએ કહ્યું કે, રાફેલ ડીલ ‘સરકારથી સરકાર’ની વચ્ચે નક્કી થઇ હતી અને જ્યારે ભારત અને ફ્રાન્સની વચ્ચે આ ડીલ થઇ હતી ત્યારે હુ સત્તામાં ન હતો, આ વિશે મને કંઇ ના પુછો, હું કંઇજ ટિપ્પણી નહીં કરુ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં મેક્રોએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
3/5
4/5
એમેનૂએલ મેક્રો ગયા વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે, તેમને કહ્યું કે, રાફેલ કરાર થયો ત્યારપછી હુ રાષ્ટ્રપતિ બન્યો છું, મારે તેના પર કંઇજ ટિપ્પણી નથી કરવી, હું ત્યારે પદ પર ન હતો.
5/5
ન્યૂયોર્કઃ ભારતીય રાજનીતિમાં સૌથી વધુ ચર્ચાતા રાફેલ ડીલના મુદ્દા પર હવે વિદેશોમાંથી પણ પ્રતિક્રિયાઓ અને ખુલાસો આવી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલ પર આરોપ-પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનું એક નિવેદન સામે આવ્યુ છે.