ગિનિસે તેના નિધન બાદ સૌથી વધુ વૃદ્ધ વ્યક્તિ તરીકે આગામી દાવેદારના નામની કોઈ સ્પષ્ટતા કરી નથી. સ્વાસ્થ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે તેના બાદ જાપાનની નવી સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે 115 વર્ષની એક મહિલા કાને તનાકા છે.
2/3
ટોક્યો: દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તીનો રેકોર્ડ બનાવનારી 117 વર્ષની જાપાની મહિલા ચિયો મિયાકોનું નિધન થઈ ગયું છે. તેમના નિધનની પુષ્ટિ તેના ગૃહ પ્રાંત કાનાગાવા તરફથી આપવામાં આવી હતી. 2 મે 1901ના જન્મેલી મિયાકો એપ્રિલમાં વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બની હતી. તેના પહેલા આ રેકોર્ડ કિકાઈ દ્વિપની નાબી તાજિમાનો હતો તેનું નિધન પણ 117 વર્ષની ઉંમરે થયું હતું
3/3
ગિનિસ વર્લ્ડ રેકોર્ડના અનુસાર મિયાકોનો પરિવાર તેને ‘દેવી’ તરીકે બોલાવતા હતા અને તેને એક સૌથી વધુ વાત કરનારા વ્યક્તિ તરીકે પણ યાદ કરવામાં આવે છે જે ધીરજ અને બીજા પ્રત્યે ઉદારતાનો ભાવ રાખતી હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડે તેમને આ ખિતાબ આપ્યો હતો.