શોધખોળ કરો
પાકિસ્તાન ચૂંટણીઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ, મતગણતરી શરૂ
1/5

ઈસ્લામાબાદ: પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. મતદાન બાદ હવે મત ગણતરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીનું પરિણામ મોડી રાતે જાહેર કરવામાં આવશે. પાકિસ્તાનમાં 272 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે. જેમાં બહુમત માટે 137 બેઠકની જરૂરી છે. ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવી છે સામાન્ય ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી પણ થઈ છે.
2/5

ચૂંટણીમાં સંભવિત હિંસાને જોતા પાકિસ્તાન છાવણીમાં બદલાઈ ગયું છે. લાહોર, કરાચી, ઈસ્લામાબાદ જેવાં મોટાં શહેરોમાં સલામતીની કડક વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજધાનીમાં 25 એસપી, 50 ડીએસપી, 200થી વધુ ઈન્સ્પેક્ટર સહિત 35 હજાર પોલીસ કર્મચારીઓની ટુકડી નિયુક્ત કરાઈ છે. દરેક બૂથ પર સૈન્ય અને રેન્જર્સના જવાનો સિવાય પોલીસ કર્મચારીઓને પણ ગોઠવાયા છે.
Published at : 25 Jul 2018 07:35 AM (IST)
View More





















