લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને અલ અજીજિયા સ્ટીલ મિલ્સ ભ્રષ્ટાચાર મામલે સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા મુજબ, ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે તેના પર લગભગ 17.5 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. જ્યારે ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ્સ મામલે તેને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે. શરીફ હાલ ભ્રષ્ટાચારના અન્ય કેસમાં જેલમાં જ છે.
2/3
ધ ડૉનના અહેવાલ મુજ, ફેંસલો સાંભળવા માટે નવાઝ શરીફ અદાલતમાં હાજર હતા. જજ અરશદ મલિકે નવાઝ કોર્ટ રૂમમાં પહોંચ્યાના ગણતરીની મિનિટોમાં જ ફેંસલો સંભળાવ્યો હતો. જજે ચુકાદામાં જણાવ્યું કે, ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ મામલામાં આરોપી સામે કોઈ કેસ બનતો નથી. અલ અજીજિયા સ્ટીલ મિલ કેસમાં તેમના પર આરોપ સાબિત થાય છે.
3/3
ચુકાદા સમયે કોર્ટની બહાર મોટી સંખ્યામાં શરીફના સમર્થકો ઉપસ્થિત હતા. શરીફ પાસે ચુકાદાને પડકારવાનો વિકલ્પ પણ છે.