શોધખોળ કરો
પાકિસ્તાનમાં આ હિન્દુ મહિલાએ રચ્યો ઇતિહાસ, જાણો વિગત
1/5

કૃષ્ણા જ્યારે 9મા ધોરણમાં ભણતી હતી ત્યારે 16 વર્ષની વયે જ તેના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. લગ્નબાદ પણ તેણે અભ્યાસ ચાલુ રાખ્યો. લગ્ન બાદ 2005માં સામાજિક કામ શરૂ કરી દીધું હતું. 2007માં ઇસ્લામાબાદમાં આયોજિત માનવાધિકાર નેતૃત્વ શિબિરમાં તેની પસંદગી થઈ હતી. 2013માં તેણે સિંધ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી.
2/5

લાહોરઃ પાકિસ્તાનના સિંધ પ્રાતના થારમાં રહેતી કૃષ્ણા કુમારી કોહલીએ સેનેટર બનીને ઈતિહાસ રચી દીધો છે. તે મુસ્લિમ દેશમાં પ્રથમ હિન્દુ મહિલા સેનેટર બની છે. સત્તાધારી પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)એ આ વાતની જાણકારી આપી છે.
Published at : 04 Mar 2018 09:55 PM (IST)
Tags :
PPPView More























