અરજી દાખલ કરવાવાળાની દલીલ છે કે ભગતસિંહ સ્વતંત્રતા સેનાની છે. તેમને પોતાના સાથીઓ સાથે મળીને આઝાદી માટે કુરબાની આપી છે. તેમને કહ્યું કે, પાકિસ્તાનના સંસ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી ઝિન્નાએ પણ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે, તેમને આખા પ્રાયદ્વીપમાં ભગતસિંહ જેવા બહાદુર વ્યક્તિ નથી જોયું. તેમને કહ્યું, આ ન્યાયના દ્રષ્ટિકોણથી યોગ્ય થશે કે શાદમાન ચોક ચોકનું નામ ભગતસિંહના નામ પર રાખવામાં આવે.
3/5
લાહોર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ શાહિદ જમીલ ખાને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાઝ રાશિદ કુરેશીની અરજી પર સુનાવણી કરતાં લાહોરના ઉપાયુક્તને આદેશ આપ્યો કે તે કાયદાની હદમાં રહીને શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહના નામે રાખવાનો નિર્ણય લે.
4/5
નવી દિલ્હીઃ પાકિસ્તાનની એક કોર્ટે બુધાવારે લાહોર જિલ્લા સરકારને આદેશ આપ્યો છે કે તે શાદમાન ચોકનું નામ બદલીને સ્વતત્રતા સેનાની ભગતસિંહના નામ પર રાખવાના સંબંધમાં નિર્ણય કરે. બ્રિટિશ શાસન દરમિયાન 87 વર્ષ પહેલા સ્વતંત્રતા સેનાની સરદાર ભગતસિંહને અહીં ફાંસી આપવામાં આવી હતી.
5/5
ભગતસિંહ અને તેના સાથીઓ - રાજગુરુ અને સુખદેવને પૂર્વવર્તી લાહોર જેલમાં 23 માર્ચ 1931ના દિવસે ફાંસી આપવામાં આવી હતી. શાદમાન ચોક તે સ્થાને બનેલો છે.