શોધખોળ કરો
અમેરિકાના જાસૂસોનો ખતરો વધતાં રશિયાના પુતિને ખરીદી નવી કાર, કિંમત અને ફિચર્સ જાણીને થઈ જશો દંગ
1/5

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં જ એક નવી કાર ખરીદી છે. પુતિનના જીવ પર ખતરાને જોતા આ કારમાં અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમ છે. અનેક વર્ષો સુધી ટેસ્ટ કર્યા બાદ આ કારને બનાવવામાં આવી છે. પુતિન ટૂંક સમયમાં આ કારમાં ફરતા જોવા મળી શકે છે. આ કાર પોર્શે અને બોસ નામની કંપનીઓ સાથે મળીને બનાવી છે. આ કાર પ્રથમ નજરે રોલ્ય રોયસ જેવી દેખાય છે.
2/5

કારની વિશેષતાની વાત કરવામાં આવે તો કારમાં 4.6 લિટરનું V8 ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 592 Bhp પાવર પેદા કરી શકે છે. કારમાં 9 ઓટોમેટિક ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. કારમાં આવેલા કવચને કારણે તેનું વજન પાંચ ટન જેટલું છે. નિષ્ણાંતોના મતે આ કાર વજનદાર હોવા છતાં પરફોર્મ મામલે બેમિસાલ છે.
Published at : 22 Apr 2018 02:16 PM (IST)
Tags :
Russian PresidentView More





















