સામાન્ય માન્યતા એવી છે કે અમેરિકામાં લોકો સીધા જ પ્રમુખને ચૂંટે છે પણ આ માન્યતા સાવ ખોટી છે. વાસ્તવમાં અમેરિકાના પ્રમુખની ચૂંટણી માટે લોકો સીધું મતદાન કરે છે ખરા પણ પ્રમુખપદના વિજેતા ઈલેક્ટોરલ કોલેજમાં તેમને મળેલા મતોના આધારે નક્કી થાય છે અને આ પ્રક્રિયા અત્યંત અટપટી છે.
2/6
ઉદાહરણ તરીકે કેલિફોર્નિયાના ઈલેક્ટોરલ કોલેજમાં 55 મત છે. હિલેરી અને ટ્રમ્પમાંથી જે કેલિફોર્નિયામાં વધારે મત લઈ જાય તેને આ બધા 55 મત મળી જાય. નેબ્રાસ્કા અને મરીન એ બે સ્ટેટને બાદ કરતાં બધા સ્ટેટમાં આ રીતે જ સ્ટેટના તમામ ઈલેક્ટોરલ મત સૌથી વધારે સીધા મત મેળવનારને મળે તેવી વ્યવસ્થા છે.
3/6
દરેક સ્ટેટને 2010ની વસતી ગણતરીના આધારે વસતીના પ્રમાણમાં ઈલેક્ટોરલ મતો ફાળવાયા છે. પ્રમુખપદની ચૂંટણીમાં દરેક સ્ટેટના મત અલગ ગણાય છે. ઉમેદવારને લોકોના મત વધારે મળે તેને સ્ટેટના તમામ ઈલેક્ટોરલ મત મળી જાય. આ રીતે દરેક ઉમેદવારના ઈલેક્ટોરલ મત સ્ટેટમાં મળેલા વિજયના આધારે ગણાતા જાય.
4/6
અમેરિકામાં કુલ 50 સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા મળીને 11 વિસ્તારોમાં આ 538 ઈલેક્ટોરલ મત વહેંચાયેલા છે. આપણે વોશિંગ્ટન ડી.સી. કહીએ છીએ પણ ડી.સી.નો અર્થ મોટા ભાગનાં લોકોને ખબર નથી. ડી.સી. એટલે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા. વોશિંગ્ટન માટે આ નામ વપરાય છે ને વોશિંગ્ટન કોઈ સ્ટેટમાં નથી ગણાતું.
5/6
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટેની ઈલેક્ટોરલ કોલેજ છે તેમાં કુલ 538 મત છે. આ પૈકી જે ઉમેદવારને સ્પષ્ટ બહુમતી એટલે કે 270 મત મળે તે પ્રમુખ તરીકે જીતે. આ વાત સરળ લાગે છે પણ ખરી અટપટી વાત આ ઈલેક્ટોરલ મત કઈ રીતે મેળવવા તેની છે.
6/6
નવી દિલ્હીઃ અમેરિકામાં 8 નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી છે. હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પમાંથી કોણ અમેરિકાના પ્રમુખ બનશે તે નક્કી કરવા લગભગ 12 કરોડ અમેરિકનો મંગળવારે મતદાન કરશે. આખા વિશ્વની નજર આ ચૂંટણી પર છે પણ મોટા ભાગનાં લોકોને અમેરિકાના પ્રમુખ કઈ રીતે ચૂંટાય છે તેની ખબર જ નથી.