સીટી પોલીસ હેડે એલિયટ ઇસાક અનુસાર, આરોપીએ સૌથી પહેલા ફાઉન્ટેન સ્ક્વેરની પાસે આવેલી ફિફ્થ થર્ડ બેન્કની બહાર ગોળીઓ વરસાવી. ત્યારબાદ તે બેન્કમાં ઘૂસ્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આરોપીની ઓળખ નથી થઇ શકી. આ ઉપરાંત એ પણ જાણવા નથી મળ્યું કે તેને લોકો પણ ફાયરિંગ કેમ કર્યું.
2/6
3/6
સિનસિનાટી શહેરના મેયર જોન ક્રેનલ અનુસાર, ફાયરિંગમાં સામાન્ય માણસો માર્યા ગયા આખી ઘટના ગણતરીની મિનીટોમાં જ ઘટી ગઇ હતી. પોલીસ અનુસાર, 4 લોકોના મોત થયા છે, જ્યારે 4 ઘાયલોને સિનસિનાટી મેડિકલ સેન્ટરમાં ભરતી કરાવવામાં આવ્યા છે
4/6
5/6
29 વર્ષના પૃથ્વીરાજ ફંડેપી આંધ્રપ્રદેશના ગંટૂર જિલ્લાના રહેવાસી હતા. તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના એક સભ્યએ જણાવ્યું કે પૃથ્વીરાજ ફંડેપી બેન્કમાં સલાહકાર તરીકે કામ કરતાં હતા. હવે તેમના મૃતદેહને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
6/6
ઓહોયોઃ અમેરિકાના સિનસિનાટી શહેરના ફિફ્થ થર્ડ બેન્કમાં ગનમેને ખુલ્લેઆમ ફાયરિંગ કરીને ભારતીય મૂળના નાણાં સલાહકાર પૃથ્વીરાજ ફંડેપી સહિત ચાર લોકોની હત્યા કરી દીધી છે. પોલીસે તેને રોકવાની કોશિશ કરી, પણ આરોપી માન્યો નહીં, તો પોલીસે તેને ત્યાં જ ઠાર મારી દીધો.