શોધખોળ કરો
નરેન્દ્ર મોદી ચોથી વખત ચીનની મુલાકાતે, મહત્વના મુદ્દાઓ પર PM અને શી જિનપિંગ વચ્ચે થશે ચર્ચા
1/7

સૂત્રોના મતે પીએમ મોદી માટે ખાસ શાકાહારી ગુજરાતી ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોદી શી જિનપિંગ માટે ગિફ્ટ પણ લઈ આવ્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. શનિવારે લંચ બાદ પીએમ મોદીના વુહાનથી પાછા ફરવાની સંભાવના છે. મોદી અને શીની આ મુલાકાત પર ચીની મીડિયામાં ઘણી સક્રિયતા છે. ચીની મીડિયા તેને લેન્ડમાર્ક મીટિંગ માની રહ્યું છે.
2/7

પહેલાં તો બંને નેતાઓની વચ્ચે વન-ઓન-વન મુલાકાત થશે. મ્યુઝિયમનું એક ચક્કર લગાવ્યા બાદ બંને પક્ષોના ડેલિગેશનની સાથે બંને નેતાઓની મુલાકાત કરશે. ત્યારબાદ પીએમ મોદી શી જીનપિંગની સાથે આગળની બેઠક માટે તેમના ગેસ્ટ હાઉસ જશે. આ માઓના પ્રસિદ્ધ વિલાની બાજુમાં આવેલ છે. શનિવારના રોજ મોદી અને જીનપિંગની વચ્ચે 3 વન-ઓન-વન મુલાકાતો થશે. શનિવારના દિવસની શરૂઆત બોટ રાઈડિંગથી પહેલાં ઇસ્ટ લેકના કિનારે વોકથી થશે. ત્યારબાદ બંને નેતા લંચ માટે ગેસ્ટ હાઉસ જશે.
Published at : 27 Apr 2018 10:08 AM (IST)
View More





















