શોધખોળ કરો

i-Khedut: ખેડૂતો માટે કામના સમાચાર, રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા આ તારીખથી ખુલશે આઈ-ખેડૂત પોર્ટલ, જાણો કયા પુરાવાની પડશે જરૂર

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે

Gujarat Agriculture News: રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો (State Government Agriculture Schemes) લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ (Agriculture Department) દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને (i-khedut portal) આગામી તા. ૧૮મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના(water tank construction scheme) , સ્માર્ટ ફોન ખરીદી (smart phone scheme) પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમ ખેતી નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.

વધુમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા ઘર આંગણેથી જ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

કેવી રીતે કરશો અરજી

આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

કયા પૂરાવાની પડશે જરૂર

  • 7/12, 8-અ નો ઉતારો
  • આધાર કાર્ડની નકલ
  • બેંક પાસબુક / રદ્દ કરેલો ચેક

i-Khedut પોર્ટલ પર કઈ કઈ માહિતી મળે છે

  • વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી
  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
  • લાભાર્થીઓની યાદી
  • ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
  • કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી
  • અદ્યતન કૃષિ અને સંલ્ગન વિષયક તાંત્રિક માહિતી
  • કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ,સીના બજાર ભાવ
  • ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
  • ખેતીની જમીન ખાતાની વિગતો
  • હવામાનની માહિતી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget