Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
છોટાઉદેપુરના બોડેલી ગામ નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. ફાટકની એક તરફનો બેરિકેડ ઓચિંતા નમી પડ્યો. સ્ટેટ હાઈવે 48 પર સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને અહીંથી જ બોડેલી, છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશમાં વાહનોની અવર-જવર રહે છે. જોકે સદનસીબે આ બેરિકેડ નમી પડ્યું ત્યારે કોઈ વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું ન હતું. જેથી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. જોકે બેરિકેડ પડી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. રેલવે પ્રશાસને ત્રણ ભાગમાં સલામત રીતે નમી પડેલા બેરિકેડને ઉતારી લઈ વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.





















