શોધખોળ કરો

Kisan Drone: ખેતીનું કામ આંગળીના ઈશારે પતાવી દેશે આ 4 ટોપ ડ્રોન, ખેડૂતોને મળી રહી છે 50% સબસિડી

Subsidy Offer On Kisan Drone: ભારતમાં વધુને વધુ નાના-મોટા ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી સાથે જોડવા માટે ડ્રોન માટેની તાલીમ અને સબસિડીની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

Top Varieties of Kisan Drone in India: ભારતના ખેડૂતોએ માત્ર ખેતરો સુધી સીમિત ન રહેવું જોઈએ, પરંતુ ખેતીની તકનીકો સાથે પણ જોડાયેલા રહેવું જોઈએ. હાલ ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લાંબા ગાળાના કૃષિ કાર્યોને પળવારમાં પતાવી દેવાની તકનીકોમાં કિસાન ડ્રોનનો પણ સમાવેશ થાય છે. ભારતમાં વધુને વધુ નાના-મોટા ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી સાથે જોડવા માટે ડ્રોન માટેની તાલીમ અને સબસિડીની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

  • અનુસૂચિત જાતિ-જનજાતિ, લઘુ અને સીમાંત, મહિલાઓ તથા પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોનની ખરીદી પર 50 ટકા સબસિડી અથવા મહત્તમ રૂ. 5 લાખની આર્થિક સહાય આપવામાં આવશે.
  • ખેડૂતોની અન્ય શ્રેણીઓ માટે ડ્રોનની ખરીદી માટે મહત્તમ રૂ. 4 લાખ અને 40 ટકાની જોગવાઈ કરવામાં આવી છે.
  • કિસાન ડ્રોન ખરીદવા માટે ICAR સંસ્થા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ટેકનોલોજીનો પ્રચાર-પ્રસાર માટે 100 ટકા સુધી સબસિડીનો લાભ અપાશે.

Kisan Drone: ખેતીનું કામ આંગળીના ઈશારે પતાવી દેશે આ 4 ટોપ ડ્રોન, ખેડૂતોને મળી રહી છે 50% સબસિડી

ટોપ-4 કિસાન ડ્રોન

કાર્બન ફાઈબર કૃષિ ડ્રોન-મોડ 2

ઉત્તમ ટેક્નોલોજી અને સરળ કમાન્ડ સાથેના આ ખેડૂત ડ્રોનને KCI હેક્સાકોપ્ટર કહેવામાં આવે છે. આ ડ્રોનમાં પાક પર છંટકાવ કરવા માટે 10 લીટર સુધી જંતુનાશક અને અન્ય પ્રવાહી ભરી શકાય છે. ભારતમાં તેનું વેચાણ 3 લાખ 60 હજારની આસપાસ થઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડ્રોનને એનાલોગ કેમેરા ટેક્નોલોજી સાથે પણ જોડવામાં આવ્યું છે, જે પાકનું મોનિટરિંગ સરળ બનાવે છે.

એસ-550 સ્પીકર ડ્રોન

લગભગ 4 લાખ 50 હજાર રૂપિયાની કિંમતના આ ડ્રોનમાં જીપીએસ અને ગ્રાઉન્ડ કંટ્રોલ છે. વોટર પ્રૂફ બોડી સાથેના આ અદ્ભુત ખેડૂત ડ્રોન દ્વારા 10 લિટર પ્રવાહી ખેતરમાં ભરીને પાક પર છાંટવામાં આવી શકે છે. આ ખેડૂત ડ્રોનમાં સેન્સર પણ લગાવવામાં આવ્યા છે, જે ખેડૂતોને જોખમ પહેલા એલર્ટ કરી શકે છે.

કેટી-ડોન ડ્રોન

ક્લાઉડ ઇન્ટેલિજન્ટ મેનેજમેન્ટની સુવિધા ધરાવતું આ ખેડૂત ડ્રોન 10 થી 100 લિટર સુધીના પ્રવાહીના ભારને સહન કરી શકે છે. આ ડ્રોનમાં હાજર મેપ પ્લાનિંગ ફંક્શન અને હેન્ડહેલ્ડ સ્ટેશનની મદદથી ખેડૂતો સરળતાથી ખેતરની માપણી કરી શકે છે. આ ડ્રોન માર્કેટમાં લગભગ 3 લાખ રૂપિયાની કિંમતમાં વેચાઈ રહ્યું છે.

આઈજી ડ્રોન એગ્રી

આ કોઈ સામાન્ય ખેડૂત ડ્રોન નથી, આ ડ્રોન હવામાં ઉડવા અને કલા બતાવવામાં નિષ્ણાત છે. આમાં 5 - 20 લિટર સુધી જંતુનાશક અને પ્રવાહી ખાતર પાકને છંટકાવ માટે ભરી શકાય છે. આ ભવ્ય કૃષિ ડ્રોન બજારમાં રૂ. 4 લાખની કિંમતે વેચાઈ રહ્યું છે.

Kisan Drone: ખેતીનું કામ આંગળીના ઈશારે પતાવી દેશે આ 4 ટોપ ડ્રોન, ખેડૂતોને મળી રહી છે 50% સબસિડી

કૃષિ ડ્રોનના ફાયદા

  • પારંપરિક રીતે પાક પર જંતુનાશકનો છંટકાવમાં અનેક કલાકો અને દિવસો લાગી શકે છે પરંતુ કિસાન ડ્રોનથી આ કામ ગણતરીની મિનિટોમાં થાય છે.
  • અનેક ખેડૂતોને ડ્રોન કેમેરા ટેકનિકથી જોડવામાં આવ્યા છે. જેનાથી ખેતર માપણી, કિડા, બીમારી અને પશુઓની દેખરેખ રાખી શકે છે.
  • તેમાં રહેલા સેંસર પાકમાં કીડા અને અન્ય જોખમ અંગે ખેડૂતો એલર્ટ કરે છે.
  • મોટી જમીન પર વ્યાવસાયિક ખેતી કરનારા ખેડૂતો માટે કૃષિ ડ્રોન આશીર્વાદ સમાન છે.
  • ખેડૂત ડ્રોનની મદદથી હવામાનની સ્થિતિ અને પાકની જરૂરિયાને પૂરી કરી શકાય છે.
  • ખેડૂત ડ્રોન ખરીદી, ટ્રેનિંગ અને ઉપયોગ દ્વારા સ્માર્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget