શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Agriculture News: આ બાગાયતી પાકો બન્યા ગુજરાતની ઓળખ, જાણો ભાલ અને કોસ્ટલ ગુજરાતના બાગાયતી પાકો વિશે
Gujarat Agriculture News: ભાલ અને કોસ્ટલ વિસ્તારમાં 625 થી 1000મીમી વરસાદ પડે છે. અહીંની જમીન મધ્યમ કાળી, ઓછા નિતારવાળી અને સલાઈન છે.
Agriculture News: દરેક ખેડૂત ને આશા હોય કે આ વર્ષે તેમની ખેતીમાં વધુ નફો થાય. પરંતુ ક્યારેક મહેનત મુજબ પરિણામ ન મળતાં ખેડૂત પર નિરાશા ના વાદળ ઘેરાય છે. આ નિરાશા માં બહાર નીકળવા જરૂરી છે કે શું ભૂલ થઇ અથવા તો શું કેવું જેથી વધુ નફો રળી શકાય. આજે બાગાયતી પાકો હવે ગુજરાતની ઓળખ બની ગયા છે.
જાણો ભાલ અને કોસ્ટલ ગુજરાતમાં જમીન અને વરસાદના પ્રમાણમાં લેવાતાં બાગાયતી પાકો વિશે.
ભાલ અને કોસ્ટલ વિસ્તારમાં 625 થી 1000મીમી વરસાદ પડે છે. અહીંની જમીન મધ્યમ કાળી, ઓછા નિતારવાળી અને સલાઈન છે.
મુખ્ય બાગાયતી પાક
- ફળઃ આંબા, આમળા, બોરડી, સીતાફળ, ફાલસા, ખારેક, દાડમ, લીંબુ
- શાકભાજીઃ રિંગણ, ટામેટા, કાકડી
- મસાલાઃ મરચાં, જીરુ, વરિયાળી, અજમો
- ફૂલોઃ ગલગોટા
- ઔષધીય અને સુગંધિતઃ ઈસબગુલ, મહેંદી, કુંવારપાઠું, ગુગળ
બાગાયતી પાકોની ખાસિયત
- ફળો અને શાકભાજી એક્મ દીઠ વધારે ઉત્પાદન ,વધારે આવક અને વધારે કેલેરી શક્તિ આપવા જાણીતા છે.
- ખેતી ક્ષેત્રના કુલ નિકાસમાં બાગાયતનો ફાળો 52 ટકા છે.
- કૃષિ ક્ષેત્ર ની કુલ રોજગારી માં બગયાતનો ફાળો 18-20 ટકા છે.
- જી ડીપીમાં બાગાયત ક્ષેત્ર નો ફાળો 30 ટકા છે જયારે સામાન્ય કૃષિનો 17 ટકા છે.
- કૃષિ વિકાસ દર 2.5 ટકાની સામે બાગાયતનો દર પાંચ ટકા છે.
- આ ઉપરાંત બાગાયતમાં મૂલ્ય વર્ધન અને નિકાસ માટે વિશાળ તકો છે. દેશને ખાધવાળા અર્થતંત્રમાંથી બહાર લાવવો હોય ટો બાગાયતવિકાસ એક માત્ર અતિ ઉપયોગી સાધન છે.
- આમાં સૌથી વિશેષ બાબત એ છે કે આરોગ્ય માટે મિનરલ્સ અને વિટામીનનો એક માત્ર મુખ્ય સ્ત્રોત ફળ અને શાકભાજી છે.
ગુજરાતના બાગાયતી પાકો હવે ગુજરાતની ઓળખ બની ગયા છે. જાણો ભાલ અને કોસ્ટલ ગુજરાતમાં જમીન અને વરસાદના પ્રમાણમાં લેવાતાં બાગાયતી પાકો વિશે. pic.twitter.com/Lq21zPsV8v
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) February 22, 2022
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion