શોધખોળ કરો
Advertisement
Union Budget 2022: બજેટમાં ખેડૂતોને લઈ શું થઈ મોટી જાહેરાત ? જાણો વિગત
Budget 2022 Update: નાણામંત્રી સીતારમણે કહ્યું કે વર્ષ 2023ને બરછટ અનાજનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે.
Budget 2022: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 'આત્મનિર્ભર ભારત 2022-23નું બજેટ' રજૂ કર્યું છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે વર્ષ 2023ને બરછટ અનાજનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. રવી 2021-22માં 163 લાખ ખેડૂતો પાસેથી 1208 મેટ્રિક ટન ઘઉં અને ડાંગર ખરીદવામાં આવશે. આ સાથે ખેડૂતોને ડિજિટલ સેવાઓ આપવામાં આવશે અને ભારતમાં ગરીબી નાબૂદીના લક્ષ્ય પર જોરશોરથી કામ કરવામાં આવશે. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે.
- નાણામંત્રીએ કહ્યું કે સરકારે MSP દ્વારા ખેડૂતોના ખાતામાં 2.37 કરોડ રૂપિયા મોકલ્યા છે અને જૈવિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર દ્વારા કેમિકલ અને જંતુનાશક મુક્ત ખેતીનો ફેલાવો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
- ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સેવાઓ પૂરી પાડવા માટે આ યોજના PPP મોડલમાં શરૂ કરવામાં આવશે.
- ઝીરો બજેટ ખેતી અને કુદરતી ખેતી, આધુનિક ખેતી, મૂલ્યવર્ધન અને વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવશે.
- ખેડૂતો કુદરતી ખેતી અપનાવે તે માટે, રાજ્ય સરકારો અને MSMEની ભાગીદારી માટે એક વ્યાપક પેકેજ રજૂ કરવામાં આવશે.
- ગંગા કિનારે 5 કિમી પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.
- નાણામંત્રી સીતારમણે કહ્યું કે સરકારે MSP દ્વારા ખેડૂતોના ખાતામાં 2.37 કરોડ રૂપિયા મોકલ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે સરકાર કેમિકલ અને જંતુનાશક મુક્ત ખેતીનો ફેલાવો વધારવા પર ભાર આપી રહી છે. સજીવ ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Union Budget 2022: બજેટમાં વિદેશ જતાં લોકો માટે શું થઈ મોટી જાહેરાત ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion